ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઈજનેરી કોલેજો ખાતે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રોજગારી મેળવવા માટે મદદરૂપ થવાના પ્રયાસ તરીકે ફીનીશીંગ સ્કૂલની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ સ્કૂલનો હેતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ તાલીમ વર્ગોનું આયોજન સંસ્થા કક્ષાએ કરવાનું ઠરાવવામાં આવેલ છે. આ યોજના માત્ર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પૂરતી જ સીમિત છે. આ પ્રયાસ થકી એપ્રિલ-2017 પહેલા કુલ 50 કલાકના તાલીમ વર્ગ રૂ. ૫૦/- ના ટોકન દરે વીજીઇસી ખાતે શરૂ કરવામાં આવનાર છે. આ તાલીમ માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી શકશે. તાલીમ દરમ્યાન Knowledge Consortium Of Gujarat (KCG) દ્વારા પ્રશિક્ષિત ટ્રેનરની પસંદગી કરવામાં આવેલ છે. જેમના દ્વારા આ તાલીમ આપવામાં આવનાર છે. તાલીમ વર્ગની પ્રથમ બેચ માર્ચ-૨૦૧૭ના બીજા સપ્તાહથી શરૂ થનાર છે.
Link for registration :
https://goo.gl/forms/cDliPHoOgClYY07g1
Created On : 18/02/2017