Training & Placement Officer(TPO) Updates

Commencement of the Finishing School for the AY 2019-20

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઈજનેરી કોલેજો ખાતે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રોજગારી મેળવવા માટે મદદરૂપ થવાના પ્રયાસ તરીકે ફીનીશીંગ સ્કૂલની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ સ્કૂલનો હેતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ તાલીમ વર્ગોનું આયોજન સંસ્થા કક્ષાએ કરવાનું ઠરાવવામાં આવેલ છે. આ યોજના માત્ર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પૂરતી જ સીમિત છે. આ પ્રયાસ થકી  કુલ 100 કલાકના તાલીમ વર્ગ રૂ. ૫૦/- ના ટોકન દરે વીજીઇસી ખાતે શરૂ કરવામાં આવનાર છે. આ તાલીમ માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી શકશે. Knowledge Consortium Of Gujarat (KCG) દ્વારા પ્રશિક્ષિત ટ્રેનરની પસંદગી કરવામાં આવેલ છે. જેમના દ્વારા આ તાલીમ આપવામાં આવનાર છે. 
 
જે વિદ્યાર્થીઓ આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા હોય તેમણે નીચે  લીંક ઉપર પોતાનો ડાટા ભરવાનો રહેશે. ફીનીશીંગ સ્કૂલની બેચ ૨૭/૦૬/૨૦૧૯ નાં રોજ થી શરૂ થનાર છે. 
 
 
Last date to register : 25/06/2019
 
 
 

Created On : 18/06/2019

TPO Updates